મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદની ખુરશી આશરે અઢી વર્ષ સુધી સાચવી. તેમનો અધિકાર સમયે કોરોના(corona) સામે લડવામાં ગયો. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ બે વર્ષ સુધી મંત્રાલય ગયા નહોતા. આ કારણે તેઓ હંમેશા ટીકાના કેન્દ્રમાં રહ્યા. જોકે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એવા પાંચ નિર્ણયો લીધા જેને કારણે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે. આ નિર્ણયો નીચે મુજબ છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(Navi Mumbai International airport)નું નામ બાળાસાહેબ ઠાકરે(balasaheb Thackeray)એરપોર્ટના સ્થાને દિવંગત ડી.બી. પાટીલ એરપોર્ટ રાખવું.
ઔરંગાબાદ(Auraangabad) તેમજ ઊસમાનાબાદ(Usmanabad)નું નામ બદલીને સંભાજી નગર તેમજ ધારા શિવ રાખવું.
મહારાષ્ટ્રના મરાઠવાડા તેમજ વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના લોકો માટે સસ્તી વીજળી આપવા ૧૨૦૦ કરોડ રૂપિયા નું પ્રાવધાન કરવું.
પૂના ને નાશિક રેલવે માર્ગ માટે ૨૫૦ કરોડ રૂપિયાનું યોગદાન આપવું.