News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી(Chief minister) બની ગયેલા એકનાથ શિંદેના(Eknath shinde) બળવા બાદ હવે શિવસેના(Shivsena president) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav thackeray) તેમની પાર્ટીને ફરી બેઠી કરવા માટે પદાધિકારીઓની બેઠકો(Meetings) યોજવાનું શરૂ કરી દીધું છે. પક્ષમાં ધારાસભ્યો(MLA) બાદ હવે સાંસદો પણ પક્ષ સામે અવાજ ઉંચો કરવા માંડ્યા છે ત્યારે પક્ષને વધુ તુટતો બચાવવા એકલા પડી ગયેલા ઉદ્ધવ મથી રહ્યા છે. મહારષ્ટ્રના જુદા જુદા શહેરોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠકો ચાલી રહી છે એ દરમિયાન ભાવુક થઈ ગયેલા ઉદ્ધવે કહ્યું હતું કે મારી પાસે તમને આપવા મટે કંઈ બચ્યું નથી.
ઉદ્ધવ ઠાકરે બુધવારે પુણે, નવી મુંબઈ(navi Mumbai) અને શાહપુરના(Shahpur) પક્ષના પદાધિકારીઓને બાંદ્રામાં(Bandra) આવેલા તેમના નિવાસસ્થાન માતોશ્રી(Matoshree) પર મળ્યા હતા. આ વખતે તેમણે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ વખતે બળવાખોર ધારાસભ્યો પર કટાક્ષ પણ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાને વધુ એક ઝટકો- આ પૂર્વ સાંસદે નેતા પદેથી ધરી દીધું રાજીનામું- લગાવ્યા મોટા આક્ષેપ
પદાધિકારીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું આજે હું આપ સૌનો આભાર માનું છું. આજ સુધી જે આપવું શક્ય હતું મેં આપ્યું. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે તેઓએ બધું લઈને પણ શું કર્યું. તેથી હવે મારી પાસે તમને આપવા માટે કંઈ બચ્યું નથી. મેં જેમને આપ્યું તે બધા ગયા પરંતુ પક્ષને પોતાનું બધું આપનારા જ મારી સાથે રહ્યા છે.
કાર્યકર્તાઓનો મનોબળને મજબુત કરવા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હવે કસોટીનો સમય છે. જે ગયા તેઓ શિવસેનાને તોડવા નહીં પણ ખતમ કરવા માંગે છે. પરંતુ શિવસેના એક જ હતી અને એક જ રહેશે, તે એટલે આપણી પોતાની શિવસેના.  તેથી, આપણે હવે આપણા હાથમાં ભગવો મજબૂત રીતે પકડવાની જરૂર છે.