UIDAI: વધુ એક સિદ્ધિ… આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાંઝેક્શન અધધ આટલા કરોડને પાર, પાંચ મહિનામાં થયા ડબલ..

UIDAI: UIDAI એ સરળ સેવા વિતરણને વધુ યોગ્ય બનાવવા માટે BFSI, ફિનટેક અને ટેલિકોમ સાથે હિતધારકોની બેઠક યોજી

by khushali ladva
UIDAI Another achievement... Aadhaar face authentication transactions cross the 100 crore mark, doubled in five months..

News Continuous Bureau | Mumbai 

  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા સહ-આયોજિત આધાર સંવાદ માટે લગભગ 500 ઉદ્યોગ પ્રતિનિધિઓ એકસાથે આવ્યા 
  • આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાંઝેક્શન 100 કરોડને પાર, પાંચ મહિનામાં બમણા થયા
UIDAI: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારનો ઉપયોગ કરીને સેવા વિતરણને વધુ વિસ્તૃત કરવા અને ચર્ચા કરવા માટે BFSI, ફિનટેક અને ટેલિકોમ જેવા ક્ષેત્રોનાં ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ સાથે એક દિવસની હિતધારકોની બેઠકનું સમાપન કર્યું.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સહ-આયોજિત ‘આધાર સંવાદ’ માટે બેંકો, વીમા કંપનીઓ, NPCI, બજાર મધ્યસ્થી, ટેલિકોમ સેવા પ્રદાતાઓ, ફિનટેક ખેલાડીઓ વગેરેનાં લગભગ 500 વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો, ટેક્નોક્રેટ્સ એકઠા થયા હતા.

UIDAI: આધારનાં ફેસ ઓથેન્ટિકેશનથી 100 કરોડનાં વ્યવહારો

આ ઘટનાએ એક સીમાચિહ્નરૂપ પણ બનાવ્યું – ઓક્ટોબર 2021માં પહેલી વાર રજૂ થયા પછી આધારનાં ફેસ ઓથેન્ટિકેશન વ્યવહારોની સંખ્યા 100 કરોડનાં આંકને વટાવી ગઈ છે. UIDAI દ્વારા ઈન-હાઉસ વિકસાવવામાં આવેલ AI/ML આધારિત ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશનમાં ગયા વર્ષે જંગી વૃદ્ધિ જોવા મળી છે. લગભગ 5 મહિનામાં સંચિત ફેસ ઓથેન્ટિકેશન વ્યવહારો 50 કરોડથી બમણા થઈને 100 કરોડ થઈ ગયા છે.

હિતધારકોની બેઠકને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)નાં સચિવ એસ કૃષ્ણને આધારનાં વસ્તી ધોરણનાં ઉપયોગ પર ભાર મૂક્યો અને કેવી રીતે આધાર ભારતનાં ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાઓ (DPI)નો પાયાનો સ્તર છે તે અંગે વાત કરી. તેમણે UIDAIને વધુને વધુ લોકોને સશક્ત બનાવવા અને જીવનની સરળતા વધારવા માટે તમામ હિતધારકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.

UIDAI: UIDAIના CEO ભુવનેશ કુમારે ડિજિટલ વ્યવહારોમાં વિશ્વાસ વધારવામાં આધારની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે UIDAI હંમેશા દેશનાં વિકાસ માર્ગ અને તેના લોકોની આકાંક્ષાઓ સાથે જોડાયેલું રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : નક્સલવાદ પર મોટો હુમલો, ગારિયાબંદ એન્કાઉન્ટરમાં આટલા નક્સલીઓ માર્યા ગયા, એકના માથે હતું એક કરોડનું ઇનામ…

UIDAIનાં ચેરમેન નીલકંઠ મિશ્રા અને CEOએ આધારનાં વ્યાપક પાયે ઉપયોગ અને તેની અપાર સંભાવનાઓને રજૂ કરી.

100 કરોડ ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનની સિદ્ધિએ ભારતનાં ડિજિટલ ઓળખ ઇકોસિસ્ટમની કરોડરજ્જુ તરીકે આધારની સ્થિતિને પુનઃપુષ્ટિ કરી. કુમારે કહ્યું કે, નિવાસી કેન્દ્રિત સંસ્થા તરીકે અમારું વિઝન સેવાઓની સરળ ડિલિવરીને સુવિધા આપીને આધાર નંબર ધારકો માટે જીવન સરળ બનાવવાનું છે. તેમણે મુંબઈ ખાતે આ કાર્યક્રમનું સહ-આયોજન કરવા બદલ મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો હતો.

ચાર કેન્દ્રિત પેનલ ચર્ચાઓને સામેલ કરતા આ હિસ્સેદારોની બેઠકમાં વિચારો પર મંથન, માળખાનાં  નિર્માણ અને વપરાશકર્તા યાત્રામાં સુધારો કરવામાં આવ્યો. ઉદ્યોગ જગતનાં નેતાઓનાં નેતૃત્વમાં, આ પેનલ ચર્ચાઓ સારી બેંકિંગ સેવાઓ માટે આધાર ફેસ ઓથેન્ટિકેશનને એકીકૃત કરવા, NBFCs અને ફિનટેક દ્વારા સેવા વિતરણમાં સરળતા વધારવા અને ટેલિકોમ સેવા પ્રદાતાઓમાં આધાર ઓથેન્ટિકેશન અનુભવને વધુ સુધારવાની આસપાસ ફરતી હતી. પેનલે સુરક્ષિત ડિજિટલ ભવિષ્યની આસપાસ વિચારો પર પણ વિચાર-મંથન કર્યું. સેવા સુધારણા માટે કાર્યક્ષમ ઇનપુટ્સ પર વિચાર કરવામાં આવશે.

આ આધાર સંવાદ શ્રેણીનો બીજો એપિસોડ છે; પહેલો એપિસોડ નવેમ્બરમાં બેંગલુરુમાં યોજાયો હતો.

આ સમાચાર પણ વાંચો : Share Market down : ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારતીય શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ નિફ્ટી ડાઉન; જાણો શું છે કારણ..

UIDAI: ફેસ ઓથેન્ટિકેશન સીમાચિહ્ન:

100 કરોડ ફેસ ઓથેન્ટિકેશન વ્યવહારોની આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ફિનટેક, ફાઇનાન્સ અને ટેલિકોમ્યુનિકેશન સહિત વિવિધ ક્ષેત્રોમાં આ નવી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિનાં વિશ્વાસ અને અપનાવવા પર ભાર મૂકે છે. કેન્દ્ર અને રાજ્યો બંને દ્વારા ઓફર કરવામાં આવતી સંખ્યાબંધ સરકારી સેવાઓ લક્ષિત લાભાર્થીઓને લાભો સરળ રીતે પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરી રહી છે.

ફેસ ઓથેન્ટિકેશન એક મજબૂત વિકલ્પ તરીકે પણ કામ કરી રહ્યું છે અને વરિષ્ઠ નાગરિકો અને મેન્યુઅલ કામ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિતનાં અનેક કારણોસર તેમના ફિંગરપ્રિન્ટ્સની ગુણવત્તામાં સમસ્યા ધરાવતા તમામ લોકોને મદદ કરી રહ્યું છે.

હાલમાં, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંનેમાં 92 સંસ્થાઓ આધાર ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી રહી છે. આ AI આધારિત મોડલિટી એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર કામ કરે છે. આ કોઈપણ વીડિયો રિપ્લે હુમલાઓ અને અસામાજિક તત્વો દ્વારા સ્ટેટિક ફોટો ઓથેન્ટિકેશન પ્રયાસો સામે સુરક્ષિત છે. આ ઉપરાંત તે સંપર્ક રહિત અને ગમે ત્યારે-ગમે ત્યાંથી મોડલિટી છે.

આ ઓથેન્ટિકેશન મોડલિટી વપરાશકર્તાઓને ફક્ત ફેસ સ્કેન દ્વારા તેમની ઓળખ ચકાસવા સક્ષમ બનાવે છે,  જે કડક સુરક્ષા ધોરણોને જાળવી રાખીને સુવિધા સુનિશ્ચિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More