Site icon

Gujarat Farmers: ગુજરાતમાં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત અત્યાર સુધી આટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો

Gujarat Farmers: 9મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારે આદિવાસીઓના ઉત્કર્ષ માટે કરેલા કાર્યોની વાત કરીએ..

Under Chief Minister Forest Rights Farmer Utkarsh Yojana in Gujarat so many beneficiaries have been benefited so far.

Under Chief Minister Forest Rights Farmer Utkarsh Yojana in Gujarat so many beneficiaries have been benefited so far.

 News Continuous Bureau | Mumbai  

Gujarat Farmers: 9મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારે ( Gujarat Government ) આદિવાસીઓના ઉત્કર્ષ માટે કરેલા કાર્યોની વાત કરીએ.. ગુજરાતમાં આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા વન અધિકાર અધિનિયમ હેઠળ 1 લાખથી વધુ વનબંધુઓને 5.5 લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક હક આપવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

 આ ઉપરાંત મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના ( Mukhyamantri Van Adhikar Utkarsh Yojana ) અંતર્ગત  16 હજારથી વધુ લાભાર્થીઓને ખેતી માટે વિવિધ સહાય આપવામાં આવી છે. 

આ વિશે વિગતવાર વાત કરીએ તો…  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા માટે સક્રિય રીતે કામગીરી કરી રહી છે. વન અધિકાર અધિનિયમ અંતર્ગત વ્યક્તિગત તેમજ સામુદાયિક દાવાઓમાં કુલ 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન વનબંધુઓ માટે માન્ય કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Express Train: નાગપુર મંડળ માં નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં ₹ 3982 લાખની ફાળવણી કરવામાં આવી છે અને અત્યાર સુધી 16,980 લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને  કૃષિ વૈવિધ્યકરણ, કૃષિ યાંત્રિકીકરણ, તેમજ અન્ય આજીવિકાના ઉપાયો જેવા કે પશુ સહાયનો લાભ, બકરા ઉછેર માટે સહાય વિગરેનો લાભ આપવામાં આવે છે.

Gujarat Farmers: વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : NMACC: શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંચન

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version