News Continuous Bureau | Mumbai
Raksha Bandhan: દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા ( Indian Soldiers ) સૈનિકો-જવાનોને ૧ લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની ( Gujarat Women ) આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે.
દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે.
ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” ( Ek Rakhi Desh Ke Jawano ke Naam ) અંતર્ગત ગુજરાતે ( Gujarat ) કર્યો છે.
આ હેતુસર ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું ( Rakhi ) રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા.
દેશની સુરક્ષા સાચવતા આપણા ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે, ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનોએ ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ પહેલ અંતર્ગત 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષાકવચ દેશની સરહદે તૈનાત… pic.twitter.com/sjsh7RBN5t
— CMO Gujarat (@CMOGuj) August 17, 2024
તાપ, ટાઢ, વરસાદ કે કોઈપણ કપરી પરિસ્થિતીમાં અડિખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજરત રહેતા વીર સૈનિકો-જવાનોના દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભુતિ કરાવતી રહેશે.
આ સમાચાર પણ વાંચો : Express Train: રેલવે મુસાફરોને હાલાકી!! 20 ઓગસ્ટ ના રોજ સાબરમતી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે આ ટ્રેનોને થશે અસર..
આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશ્નર શ્રી રાકેશ શંકર, આઈ.સી.ડી.એસ. કમિશ્નરશ્રી રણજીતકુમાર સિંહ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞીક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)