News Continuous Bureau | Mumbai
Swachhata Hi Seva 2024 : ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા. 17 સપ્ટેમ્બર, 2024 થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં ગુજરાતની ( Gujarat ) 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

Under the theme ‘Swachhata Hi Seva-2024’, cleaning of religious and tourist places was done in Gujarat, so many citizens joined the cleaning campaign.
થીમ આધારિત ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈમાં ( Cleanliness Campaign ) કુલ 43365થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 21818468 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 365 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 314 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે. ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 2515 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 1904 મુખ્ય રસ્તાઓ, 801 માર્કેટ વિસ્તાર, 35647 કોમર્શીયલ વિસ્તાર, 2861 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. ગુજરાતની મહાનગરપાલિકા ( Gujarat Municipality ) અને નગરપાલિકાઓમાં કુલ 928 બ્લેક સ્પોટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
આ સમાચાર પણ વાંચો : IIT Gandhinagar: IIT ગાંધીનગરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી, આ શિબિરનું આયોજન કરી સફાઈ કામદારોને કર્યા સંબોધિત.
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 319 રેડ સ્પોટ(પાનની પિચકારી) 220 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 42166 સફાઈ કર્મચારી સાથે 121508 કલાકનું યોગદાન આપવામાં આવ્યું. વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 1685 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

Under the theme ‘Swachhata Hi Seva-2024’, cleaning of religious and tourist places was done in Gujarat, so many citizens joined the cleaning campaign.
રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 80થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.