ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 ડિસેમ્બર 2020
લોકોને પોતાના વાહન પાછળ જાત જાતનું લખાણ લખવાનો શોખ હોય છે. જેમાં પોતાનો ધર્મ, જાતિ, પ્રદેશ ની ઓળખ છાતી થતી હોય છે. પરંતું હવે એવું કોઈ પણ લખાણ લખશો તો તમારી ખેર નથી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) ના આદેશ બાદ વાહનો જપ્ત કરવાનો હુકમ જારી કરાયો છે. આ સારા કાર્ય પાછળ એક મુંબઈકરનો હાથ છે. જેણે પ્રધાનમંત્રી ને પત્ર લખી ધ્યાન દોર્યું હતું.
હવે જો તમારું વાહન તમારી જાતિ બતાવશે તો તે તમારા માટે હાનિકારક હોઈ શકે છે. આટલું જ નહીં, તમારે જેલમાં જવાનો વારો આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય ને મળેલી એક ફરિયાદ ને આધારે હવે 'જાતિવાદ' ઉત્તર પ્રદેશમાં વાહનો ઉપર લખી શકશે નહીં. જો કોઈ પણ વાહન ઉપર વિશેષ જાતિ હોય તો ટ્રાન્સપોર્ટ વિભાગ આવા વાહનો કબજે કરી શકે છે.
ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણો, ક્ષત્રિય, જાટ, યાદવ, મોગલો, કુરેશીઓ વગેરેની જાતિવાચક શબ્દો કાર-બાઇક, બસ-ટ્રક, ટ્રેકટરો અને ઇ-રિક્ષા પાછળ લખાતી હતી, પરંતુ હવે જો વાહનોમાં જાતિ લખવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈના ઉપનગરીય કલ્યાણના શિક્ષક હર્ષલ પ્રભુએ આ તરફ વડા પ્રધાનનું ધ્યાન દોર્યું હતું. તેમણે પીએમ મોદીને પત્ર લખીને આઈજીઆરએસને ફરિયાદ કરી હતી. તેમણે લખ્યું છે કે યુપી અને અન્ય કેટલાક રાજ્યોમાં લોકો વાહનો પર જાતિ લખવામાં ગર્વ લે છે. આ સામાજિક એકતાને નુકસાન પહોંચાડે છે. જે કાયદાની વિરુદ્ધ છે. ત્યારબાદ PMO એ તમામ આરટીઓને કહ્યું છે કે 'જાતિ' લખેલ વાહનોને તાત્કાલિક જપ્ત કરી લે…