News Continuous Bureau | Mumbai
Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મઉમાં હત્યાની ( Murder Case ) એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેમાં હજી નવપરિણીતના હાથોમાંથી હજી મહેંદીનો રંગ પણ છૂટયો ન હતો. તેવામાં લગ્નના માત્ર 5 દિવસ બાદ જ પત્નીએ ( Husband Wife ) તેના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને પતિની હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાથી પરિવારજનો જ નહીં. પરંતુ તે વિસ્તારના લોકો પણ આઘાતમાં છે.
વાસ્તવમાં દોહરીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉસરી વિશ્વનાથપુરના આ લગ્ન 13 ફેબ્રુઆરીના રોજ થયા હતા. લગ્નની ( Wedding ) તમામ વિધિઓ ખુશીથી પૂર્ણ થયા બાદ પત્નિ તેના સાસરે આવી હતી. આ પછી પતિ-પત્ની બે દિવસ માટે તેમના નવા ઘરમાં રહેવા આવ્યા હતા. દરમિયાન શનિવારે રાત્રે કેટલાક લોકો પતિને ફોન કરીને પોતાની સાથે લઈ ગયા હતા. પરંતુ સવાર સુધી તે ઘરે પરત ફર્યો ન હતો.
પત્નિનું એક યુવક સાથે અફેર ( Extra Marital Affair ) હતું. તેમજ તે તેના લગ્નથી ખુશ ન હતી. એટલે હત્યાનો પ્લાન બનાવ્યો…
જે બાદ, આ અંગે આરોપી પત્નિએ ફોન કરીને તેના સાસુ અને સસરાને આ બાબતે જાણ કરી હતી. ત્યાર પછી પરિવારજનોએ આવીને પીડીતની શોધખોળ શરૂ કરી હતી. જેમાં રવિવારે પીડીતનો મૃતદેહ ઘરથી દૂર એક તળાવ (નાના તળાવ)માંથી મળી આવ્યો હતો. આ પછી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી હતી. તેમજ પરિવારના સભ્યોની ફરિયાદ પર અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસ તપાસના થોડા કલાકોમાં જ એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Cricket : કોઈએ ટેન્ટમાં દિવસો પસાર કર્યા, તો આ ભારતીય ખેલાડીની માતાએ ઘરેણાં વેચ્યા, જાણો આ ત્રણ ભારતીય ખેલાડીઓની સંઘર્ષની કહાની..
પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસને તપાસમાં ખબર પડી હતી કે, પત્નિનું એક યુવક સાથે અફેર હતું. તેમજ તે તેના લગ્નથી ખુશ ન હતી. જેના કારણે આરોપી પત્નિએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપી પત્નિએ તેના પ્રેમી અને તેના મિત્રની મદદથી તેના પતિનું ગળુ દબાવી હત્યા કરી હતી.
આ ઘટનામાં એસપીની સૂચનાથી એસઓજીની ટીમ, સર્વેલન્સ ટીમ અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની ટીમ આ કેસનો ભેદ ઉકેલવા માટે તૈનાત કરવામાં આવી હતી. થોડા કલાકો પછી આરોપી પત્નિ, તેના પ્રેમી અને હત્યામાં સામેલ પાર્ટનરનું સત્ય સામે આવ્યું હતું. જે બાદ પ્રેમી અને આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા આરોપીને પકડવાના હાલ પ્રયાસો ચાલુ છે.