Site icon

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં ભાજપ કેમ હાર્યું? ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં હવે બહાર આવ્યા આ ચાર કારણો… જાણો વિગતે…

Uttar Pradesh: યોગી આદિત્યનાથ સરકારે 12 જિલ્લાના ડીએમ બદલ્યા છે. આમાંથી મોટા ભાગના એવા જિલ્લાઓ છે જ્યાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં બાંદા, સંભલ, સીતાપુર, સહારનપુર અને બસ્તી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Uttar Pradesh Why BJP lost in Uttar Pradesh These four reasons have now come out in the task force report

Uttar Pradesh Why BJP lost in Uttar Pradesh These four reasons have now come out in the task force report

News Continuous Bureau | Mumbai

Uttar Pradesh: દેશમાં લોકસભા ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે. આ લોકસભા ચૂંટણીમાં  ( Lok Sabha elections ) સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને ( BJP ) મળેલા ઓછા પ્રતિસાદએ અનેક ચર્ચાઓને જન્મ આપ્યો હતો. ભાજપે પણ ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોને ખૂબ જ ગંભીરતાથી લીધા હતા. હારના કારણોની તપાસ માટે એક ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી હતી. આ ટાસ્ક ફોર્સનો અહેવાલ બુધવારે  બહાર આવ્યો હતો અને તેમાં સ્પષ્ટ થયું હતું કે, આંતરિક કલહ, વહીવટીતંત્રના અસહકાર અને સ્થાનિક નેતાઓ વચ્ચેના વિવાદને કારણે પાર્ટીને અહીં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 

Join Our WhatsApp Community

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને અણધાર્યો આંચકો લાગ્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપને 62 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં આ સંખ્યા ઘટીને લગભગ અડધી થઈ ગઈ છે. આ હારના કારણો શોધવામાં ભાજપની ટાસ્ક ફોર્સે ( BJP task force ) બે મુદ્દા પર મહત્તમ ભાર આપ્યો છે. ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલી ટાસ્ક ફોર્સે તેનો રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ( Yogi Adityanath ) સોંપ્યો હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આંતરિક વિખવાદ અને જિલ્લા વહીવટીતંત્રના અસહકારને કારણે ભાજપને અહીં મોટો ફટકો પડ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ યોગી સરકારે લગભગ 12 જિલ્લા અધિકારીઓની તુરંત બદલી કરી દીધી હતી. તેમાં એવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે જ્યાં ભાજપને સંતોષકારક મતો મળ્યા નથી.

Uttar Pradesh:રાજ્યસભા સાંસદ પુરૂષોત્તમ રૂપાલાના રાજપુત અંગેના નિવેદન પણ ફટકો પડ્યો…

એ જ રીતે, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટિકિટની વહેંચણીમાં ગૂંચવણ, બંધારણને લઈને વિપક્ષો દ્વારા બનાવવામાં આવેલ ડર અને માયાવતીની પાર્ટીમાંથી સમાજવાદી પાર્ટીમાં મતોનું સ્થળાંતર  INDIA ગઠબંધનને સફળતા તરફ દોરી ગયું હતું. આમાં મુખ્યત્વે દલિત અને મુસ્લિમ મતો ભાજપની તરફેણમાં પડ્યા ન હતા. ભાજપના રાજ્યસભા સાંસદ પુરૂષોત્તમ રૂપાલાના ઠાકુર સમુદાય (રાજપૂત) અંગેના નિવેદનની અનેક જગ્યાએ ટીકા થઈ હતી. જો કે આ નિવેદન બાદ પણ રૂપાલા રાજકોટમાં જીતી ગયા હતા, પરંતુ યુપીના પૂર્વાંચલમાં ભાજપના ઉમેદવારોને ( BJP candidates ) આનો ફટકો પડ્યો હતો. આ પ્રદેશની 27 બેઠકોમાંથી ભાજપને માત્ર 11 (-9) બેઠકો મળી છે.

આ સમાચાર પણ વાંચો:  Anant and radhika wedding: લગ્ન સ્થળ, ડ્રેસ કોડ, સંગીત સેરેમની, આમંત્રિત મહેમાનો, જાણો અનંત અને રાધિકા ના લગ્ન સાથે જોડાયેલું અપડેટ

તો બીજી તરફ, ઉત્તર પ્રદેશના ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ અને અન્ય કેટલાક નેતાઓએ ખુલ્લેઆમ બંધારણીય ફેરફારોની વાત કરી હતી. ચૂંટણીમાં અને સમગ્ર પ્રચાર દરમિયાન વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેની વિપરીત અસર પડી હોવાનું ભાજપના નેતાઓ પણ સ્વીકારી રહ્યા છે. ટાસ્ક ફોર્સે પણ હાર પાછળ આ જ કારણ આપ્યું છે.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version