ઉત્તરાખંડમાં વધતા જતા કોરોના પ્રકોપને કારણે ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં પ્રવેશવા માગતા પ્રવાસીઓ માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કરી દીધો છે.ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન,કર્ણાટક અને હવે પછી ઉત્તરાખંડ રાજ્ય એ આ મોટો નિર્ણય લીધો છે.

હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પ્રવાસીઓનો રાફડો ફાટયો છે. દેશના ખૂણે ખૂણેથી લોકો ત્યાં જાય છે. એના કારણે કોરોના વધવાની શક્યતાઓ પણ વધી જાય છે. માટે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જાહેર કર્યું છે કે,જે રાજ્યમાં કોરોના ના અધિક કેસ હોય એવા રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પોતાની સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે. જોકે કોરોના નું
સંક્રમણ રોકવા હરિદ્વાર ને લગતી દરેક બોર્ડર પર covid સેન્ટર પણ બનાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે,ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અત્યારે પોતે કોરોના પોઝીટીવ છે અને હોમ આઇસોલેશન માં છે.