News Continuous Bureau | Mumbai
ચારધામ યાત્રાએ(Chardham yatra) જતા યાત્રાળુઓએ(Pilgrims) હવે ભગવાનના દર્શન માટે વધારાના 600 રૂપિયા ચૂકવવા પડશે.
ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ ફેડરેશન(Uttarakhand transport federation) સાથે સંકળાયેલા તમામ યુનિયનોએ(Union) બસોના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે.
ઋષિકેશથી(Rishikesh) બદ્રીનાથ(Badrinath), કેદારનાથ(Kedarnath), ગંગોત્રી(Gangotri), યમુનોત્રી(Yamunotri) સુધીના દરેક યાત્રી પાસેથી હવે 3,250 રૂપિયાને બદલે 3,850 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.
ગત વખતની સરખામણીમાં હવે ભાડું પ્રતિ સીટ 600 રૂપિયા વધારવામાં આવ્યું છે.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી(State transport authority) દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે તે પહેલા જ ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ ફેડરેશને ભાડામાં વધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં થયો ગમખ્વાર અકસ્માત. ઓવરટેક કરવા જતાં 5 લોકોના નિપજ્યા મોત, બાળકીનો આબાદ બચાવ..