News Continuous Bureau | Mumbai
ગુજરાતના(Gujarat) વડોદરાનું(Vadodara) નામ આવે એટલે મગરોનું શહેર(City of Crocodiles), મગર યાદ આવે ખરું ને? અવાર-નવાર સમાચારમાં જોવા મળ્યું છે વડોદરામાં મગરો ઘણા છે. ત્યારે વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ(Jambuva Bridge) પરથી મોતની છલાંગ લગાવનાર યુવાનનો મૃતદેહ(dead body) ફાયરબ્રિગેડ(Firebrigade) દ્વારા બહાર કાઢવામાં સફળતા મળી હતી.
વિશ્વામિત્રીમાં નદીમાં મગરને પગલે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના(Housing Board) મકાનમાં રહેતા ૨૦ વર્ષીય રવિ દેવીપૂજકે(Ravi Devipujke) જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં(Vishwamitri river) ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જોકે તેને શોધવામાં સફળતા મળી નહોતી.
આ સમાચાર પણ વાંચો : ગણેશ વિસર્જન સ્થળ બનશે કોરોના પ્રતિબંધિત ક્ષેત્ર-પાલિકા ગણેશ ભક્તો માટે આ ખાસ કાર્યક્રમ હાથ ધરશે
નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી ફરી શોધખોળ શરૂ કરાઈ હતી, જેમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે મૃતકનાં ભાભીના જણાવ્યા મુજબ રવિ લસ્સીની લારી પર મકરપુરા બસ ડેપો પાસે નોકરી કરતો હતો. તેણે એક દિવસની રજા લઈને શેઠ પાસેથી રૂ.૫૦૦ લીધા હતા. ફિલ્મ જોયા બાદ તે ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન તેના ભાઈની નજર પડતાં ક્યાં જાય છે તેમ પૂછ્યું હતું. રવિએ પોતાના ભાઈ દિલીપને તેનો મોબાઈલ આપી ઘરે આવું છું, એવું કહીને ગયા બાદ નદીમાં ભૂસકો માર્યો હતો. જોતજોતામાં તેને મગરો ખેંચી ગયા હતા. તેણે પગલું કેમ ભર્યું તેનું કારણ જાણવા મળ્યું નથી.