અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત- રખડતું ઢોર ટ્રેક પર આવતા આગળના ભાગે થયું નુકસાન- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ(Ahemdabad)માં જે ટ્રેનને લીલીઝંડી આપી, તે હાઈફાઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(VandeBharat Express)ને આજે અમદાવાદ નજીક અકસ્માત નડ્યો છે.

 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ અમદાવાદ વટવા વચ્ચે ટ્રેક પર ઉપર 2 ભેંસો(Cattel) આવી જવાના કારણે થયેલા અકસ્માત(Accident)માં ટ્રેનના આગળના ભાગે થોડું નુકસાન પહોંચ્યું છે. જોકે તેની સર્વિસ પર કોઈ અસર નોંધાઈ નથી. આજે બપોરે 11:00 કલાક આસપાસ વટવા(Vatva) અને મણિનગર(Maninagar) વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને ભેંસ અથડાઈ હતી. આ કારણે ટ્રેન 10 મિનિટ સુધી ઊભી રહી હતી અને બાદમાં રાબેતા મુજબ તેની સેવા શરૂ કરાઈ હતી. મહત્વનું છે કે અત્યાર સુધી રખડતા ઢોરને કારણે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ હવે આ સમસ્યાથી ટ્રેનો પણ અકસ્માતનો શિકાર બની રહી છે.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં આવેલી એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ફાટી નીકળી ભીષણ આગ- લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત 'KAVACH' (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી છે. આ ટેક્નિક(Techniques)ની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાય છે. આ ટેક્નિક દેશમાં જ વિકસિત (Made In India) કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment