Site icon News Continuous Bureau | Mumbai

સતત બીજા દિવસે વંદેભારત એક્સપ્રેસ સાથે અથડાયું ઢોર, ટ્રેનને થયું નુકસાન.. જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

શુક્રવારે સતત બીજા દિવસે વંદેભારત એક્સપ્રેસ(VandeBharat Express)ને અકસ્માત નડ્યો છે. આણંદ(Anand) પાસે ગાય(Cow) અથડાતા અકસ્માત(Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.

Join Our WhatsApp Channel

વંદેભારત એક્સપ્રેસ મુંબઈ(Mumbai) તરફ જઈ રહી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન(Boriyavi Kanjari Railway Station) અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ સમાચાર પણ વાંચો :  નાસિકમાં મોટી દુર્ઘટના- અકસ્માત બાદ ટ્રાવેલ બસમાં ફાટી નીકળી ભીષણ આગ- આટલા મુસાફરો જીવતા ભડથું થયા – જુઓ વિડીયો

ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ અમદાવાદ(Ahemdabad)ના વટવા અને મણીનગર રેલવે સ્ટેશન(Maninagar Railway station)ની વચ્ચે મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો.

ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કોઈ પેસેન્જરને ઈજા નહોતી થઈ, પણ અકસ્માતમાં ભેંસનુ મૃત્યુ થયું હતું.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version