News Continuous Bureau | Mumbai
શુક્રવારે સતત બીજા દિવસે વંદેભારત એક્સપ્રેસ(VandeBharat Express)ને અકસ્માત નડ્યો છે. આણંદ(Anand) પાસે ગાય(Cow) અથડાતા અકસ્માત(Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.

વંદેભારત એક્સપ્રેસ મુંબઈ(Mumbai) તરફ જઈ રહી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન(Boriyavi Kanjari Railway Station) અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ સમાચાર પણ વાંચો : નાસિકમાં મોટી દુર્ઘટના- અકસ્માત બાદ ટ્રાવેલ બસમાં ફાટી નીકળી ભીષણ આગ- આટલા મુસાફરો જીવતા ભડથું થયા – જુઓ વિડીયો

ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ અમદાવાદ(Ahemdabad)ના વટવા અને મણીનગર રેલવે સ્ટેશન(Maninagar Railway station)ની વચ્ચે મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો.

ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કોઈ પેસેન્જરને ઈજા નહોતી થઈ, પણ અકસ્માતમાં ભેંસનુ મૃત્યુ થયું હતું.
Join Our WhatsApp Community