News Continuous Bureau | Mumbai
Vande Bharat : રાજસ્થાનમાં ઉદયપુર-આગ્રા કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ શરૂ થતાં જ રેલવે કર્મચારીઓમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાને લઈને લોકો પાયલટ આક્રમક બન્યો હતો. જેના કારણે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
🚨SHOCKING :These are not Passengers fighting to grab seats.
▪️These are Loco Pilots.
▪️After a new Vandebharat Launched between Agra-Udaipur. Three different regions r fighting for driving this train.
▪️Every loco-pilot wants to have better facilities & Promotion/Increment. pic.twitter.com/yf1XzP9OqL
— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) September 7, 2024
Vande Bharat : ગંગાપુર રેલવે સ્ટેશન પર થઇ બબાલ
વાયરલ વીડિયો અનુસાર ગંગાપુર રેલવે સ્ટેશન પર કેટલાક લોકો મારપીટ કરતા જોવા મળી રહ્યા છે. તે લોકો પેસેન્જર નથી પરંતુ લોકો પાયલટ છે. વંદે ભારત એક્સપ્રેસ ચલાવવા માટે લોકો પાયલોટ એકબીજા સાથે લડતા હોય તેની આ તસવીર છે. જ્યારે જીઆરપી હાજર છે, ત્યારે લોકો પાઇલટ તેમની સામે દલીલ કરતા જોવા મળે છે. જોઈ શકાય છે કે જીઆરપીના જવાનો પણ આક્રમક હોવાના કારણે લોકો પાઈલટને રોકી શક્યા ન હતા. ટ્રેનમાં કામ કરવાને લઈને બે લોકો વચ્ચેનો વિવાદ રેલવે બોર્ડ સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે.
આ સમાચાર પણ વાંચો : Manipur Violence : મણિપુરમાં હિંસા, રોકેટ હુમલા બાદ હવે ફાયરિંગ; ઓછામાં ઓછા આટલા લોકોના થયા મૃત્યુ..
Vande Bharat : 2 સપ્ટેમ્બરથી ઉદયપુરથી આગ્રા માટે શરૂ થઈ ટ્રેન
પ્રાપ્ત માહિતી અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 2 સપ્ટેમ્બરથી ઉદયપુરથી આગ્રા માટે શરૂ થઈ છે. ત્યારથી રેલવે કર્મચારીઓમાં આ અંગે વિવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસના સંચાલનને લઈને કોટા બોર્ડ અને આગ્રા રેલવે બોર્ડના કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ વધતા કેટલાક લોકોએ કર્મચારીઓના કપડા ફાડી નાખ્યા હતા જ્યારે કેટલાક લોકો પાયલટોએ વંદે ભારત એક્સપ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું.