News Continuous Bureau | Mumbai
Varanasi Election Result 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસી લોકસભા બેઠક જીતી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા છે. જો છેલ્લી બે ચૂંટણીમાં જીતની સરખામણી કરીએ તો આ વખતે માર્જિન ઘણું ઓછું છે. આ વખતે મોદીને ગત ચૂંટણીમાં મળેલા વોટ કરતા ઓછા વોટ મળ્યા છે. ગત વખતે પીએમ મોદીને 674664 વોટ મળ્યા હતા. આ વખતે માત્ર 612970 મત જ મળી શક્યા. જ્યારે ગત વખતે માત્ર 152548 મત મેળવનાર કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને આ વખતે 460457 મત મળ્યા છે. આ રીતે પીએમ મોદીએ અજય રાયને 152355 વોટથી હરાવ્યા છે.
S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes |
---|---|---|---|---|---|---|
1 | NARENDRA MODI | Bharatiya Janata Party | 611439 | 1531 | 612970 | 54.24 |
2 | AJAY RAI | Indian National Congress | 459084 | 1373 | 460457 | 40.74 |
3 | ATHER JAMAL LARI | Bahujan Samaj Party | 33646 | 120 | 33766 | 2.99 |
આ સમાચાર પણ વાંચો: ભાજપ ટેન્શનમાં તો કોંગ્રેસ એક્શનમાં, PM મોદીએ ટીડીપીના વડા ચંદ્ર બાબુ નાયડુ સાથે તો શરદ પવારે નીતીશ કુમાર સાથે કરી વાત..