Site icon News Continuous Bureau | Mumbai

વરસાદે ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ- શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને- જાણો કેટલા ટકા થયો વધારો

News Continuous Bureau | Mumbai

ગુજરાત સહિત મહારાષ્ટ્ર(Maharashtra)ના અનેક ભાગોમાં મેઘરાજા(monsoon)એ ધડબડાટી બોલાવી છે. બંને રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક ધોધમાર વરસાદ(Heavy rain)ના પગલે ઘરો અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક આખેઆખા ગામડા બેટમાં ફેરવાઇ ગયા છે.

Join Our WhatsApp Channel

દરમિયાન ભારે વરસાદને કારણે હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવક ઘટી છે. સામાન્ય કરતાં ઓછા જથ્થામાં શાકભાજી બજારમાં આવી રહ્યા છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ 30 થી 40 ટકાનો વધારો થયો છે. મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણના હોલસેલ માર્કેટમાં પુણે, નાસિક, ગુજરાતમાંથી શાકભાજી આવે છે. પરંતુ તે વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પરિવહનને અસર થઈ છે. ભારે વરસાદથી પાંદડાવાળા શાકભાજી અને ફળોના વાવેતરને પણ નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા  GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે

શાકભાજીના ભાવ પ્રતિ કિલો

વટાણા- 100 

તુરીયા- 60 

 સીમલા મિર્ચી- 70 

 ગવાર- 70 

દેશી મેથી, લાલ માટ- 40 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version