News Continuous Bureau | Mumbai
Garba ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) દ્વારા પ્રથમવાર “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫” (Vibrant Gujarat Pre-Navratri Festival 2025) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે યોજાશે. ગુજરાતના પ્રસિદ્ધ ગરબા (Garba), લોકનૃત્યો અને સંગીતની અનોખી મોજ ઉદયપુરવાસીઓ માણી શકશે.
ગરબા સાથે ઉદયપુરમાં ખાસ સાંસ્કૃતિક મહોત્સવ
આ ફેસ્ટિવલમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે. પ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલના લાઈવ પરફોર્મન્સ સાથે તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા લોકનૃત્યો યોજાશે.
વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત શરદપૂનમ પર Delhiમાં ગરબા મહોત્સવ
નવરાત્રી બાદ શરદપૂનમની રાત્રે નવી દિલ્હી ખાતે ખાસ ગરબા મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) દ્વારા આ આયોજનની પુષ્ટિ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દિલ્હીવાસીઓ માટે અનોખો અનુભવ સાબિત થશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Malvani Murder: મુબઈના મલાડ-માલવણી વિસ્તારમાં ચોંકાવનારો બનાવ, બહેનના પ્રેમીની હત્યા કરી ભાઈનું માલવણી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર
ગરબા વર્કશોપ અને પરંપરાગત પોશાકની ખાસિયત
આ મહોત્સવ પહેલાં, ૮ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપ યોજાશે. ભાગ લેનારા માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે. શ્રેષ્ઠ પોશાક અને ગરબા પ્રદર્શન માટે રૂ.૫૦૦૦/- સુધીના આકર્ષક વાઉચર્સ આપવામાં આવશે. સાથે સાથે, ગુજરાતની હસ્તકલા અને પરંપરાગત વ્યંજનોનો સ્વાદ માણવાની પણ તક મળશે.