News Continuous Bureau | Mumbai
Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતના પ્રવાસે પધારેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ શ્રી જોસે રામોસ હોર્તાનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રીને આવકારવામાં આવ્યા હતા.
આ તકે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ શ્રી અંશુમન ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવવા ગુજરાત પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.