News Continuous Bureau | Mumbai
જંગલ(Forest) છોડીને સિંહો(Lions) હવે ગામડાં અને શહેર તરફ(village and the city) વળતા થયા છે. ચાર સિંહોનું ટોળું રાત્રે બિલખા રોડ રાજીવનગરના ગેટ(Rajivnagar Gate) પર જોવા મળ્યું હતું. મધરાતે સિંહ પરિવારના આંટાફેરા ના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં(Mobile Camera) કેદ થયાં છે.
જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં(search of food) લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવવસતિના વસવાટવાળા વિસ્તારોમાં(populated areas) આવી જાય છે. પ્રાપ્ત જાણકારી મુજબ બીલખા રોડ(Bilkha Road) રાજીવનગરના(Rajivnagar) ગેટ પાસે, જ્યાં મેંદરડા(Mendarda -), વિસાવદર જવાનો રોડ છે ત્યાં મેઈન રોડ પર એકસાથે ચાર સિંહે મધરાતે બિનધાસ્ત મોજ માણી હતી. બે બચ્ચાં અને બે સિંહણ ચારેય મેઈન રોડ પર બેઠેલા જોવા મળ્યાં હતાં. બાદમાં આ સિંહોનું ટોળું જંગલ તરફ જતું રહ્યું હતું. દરમિયાન આ સમયે ત્યાંથી પસાર થતા એક કારચાલકે આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો(Forest Department) સ્ટાફ પણ એલર્ટ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : નાસિકમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- માત્ર ત્રણ કલાકમાં નોંધાયો આટલા ઇંચ વરસાદ
જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા
જૂનાગઢમાં પ્રવેશ દ્વાર પાસે જ રસ્તો રોકીને બેઠો સિંહ પરિવાર
સોશિયલ મીડિયામાં #VideoViral #Lion #junagadh @sasangirforest @CCF_Wildlife @DCF_Junagadh pic.twitter.com/OITsw7N1Ic— Hasmukh Ramani (@Ramani_Has) August 31, 2022