News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં એક વ્યક્તિ કથિત રીતે નમાઝ અદા કરી રહ્યો હોવાનો અહેવાલ એક મિડિયા હાઉસમાં પ્રકાશિત થયા બાદ બબાલ મચી ગઈ છે.
એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ કેવડિયામાં 135 મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજના હજારો પ્રવાસીઓની ભીડ ઉમટતી હોય છે. દેશ વિદેશના અનેક પર્યટકો અહીં મુલાકાતે આવતા હોય છે. અહીં સુરક્ષા વ્યવસ્થા પણ મજબુત હોવાનું કહેવાય છે. તે વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પર્યટકોની ભીડ વચ્ચે એક શખ્સ નમાઝ અદા કરી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થયો હોવાનો દાવો પણ મિડિયા હાઉસે તેના અહેવાલમાં કર્યો છે.
Namаz at Sardar Patel's Statue of Unity!! pic.twitter.com/6floKnOInT
— Rosy (@rose_k01) March 26, 2022
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર: બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને યુવાને સ્ટેજ પર માર્યો મુક્કો, જુઓ વીડિયો..
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નમાઝ અદા કરતા વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા હોવાને કારણે ધાર્મિક ભાવના દુખાવાની અને બે કોમ વચ્ચે તણાવની કથિત શક્યતાને પગલે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને વાયરલ થયેલા વિડિયો સંદર્ભમાં તપાસ ચાલી કરી હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.