News Continuous Bureau | Mumbai
Vijaykumar Gavit Aishwarya Rai:bમહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારના કેબિનેટ મંત્રીના નિવેદને ચર્ચા જગાવી છે. શિંદે-ફડણવીસ-પવાર ગઠબંધન સરકારમાં મંત્રી વિજયકુમાર ગાવિતે ભાષણ દરમિયાન મંત્રી ગાવિત માછલી ખાવાના ફાયદા જણાવતા કહ્યું કે અભિનેત્રી ઐશ્વર્યા રાય દરરોજ માછલી ખાતી હતી. તેથી જ તેની આંખો અને ત્વચા સુંદર છે. મંત્રીએ લોકોને કહ્યું કે માછલી ખાવાથી તમારી આંખો પણ સુંદર બનશે. વિજયકુમાર ગાવિત મહારાષ્ટ્રના નંદુરબારથી ભાજપના નેતા છે અને સરકારમાં આદિજાતિ વિકાસ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે.
વિજયકુમાર ગાવિતે શું કહ્યું?
મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના અતુરલી ખાતે આદિવાસી માછીમારો માટે માછલી પકડવા માટેના સાધનોની વહેંચણી માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી ડો.વિજયકુમાર ગાવિતે હાજરી આપી સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે તમે અભિનેત્રી ઐશ્વર્યા રાયની આંખો જોઈ છે? તેણીની આંખો તેજસ્વી અને ચમકદાર છે. જેની પાછળનું કારણ એ છે કે તે રોજ માછલી ખાય છે.
આ સમાચાર પણ વાંચો : CAIT : કેટ દ્વારા દેશમાં વ્યાપારીઓની એક મોટી વોટ બેંક બનાવવા નો નિર્ધાર, આ તારીખથી દેશભરમાં શરૂ કરાશે ‘વ્યાપર સ્વરાજ યાત્રા’…
માછલી ખાવાના 2 ફાયદા છે
મંત્રી અહીં જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે માછલી ખાવાથી સ્ત્રીઓ અને પુરૂષોનો ચહેરો ચમકવા લાગે છે. જે સુંદર દેખાય છે અને તેની આંખો ચમકતી દેખાવા લાગે છે. આ ઉપરાંત માછલીના ફાયદા જણાવતા તેઓએ કહ્યું હતું કે માછલીમાં એક પ્રકારનું તેલ હોય છે. જે તેલથી આંખોમાં ચમક અને શરીરની ત્વચા નિખરે છે.
કોણ છે વિજયકુમાર ગાવિત?
વિજયકુમાર ગાવિત 2019ની ચૂંટણી પહેલા એનસીપીમાંથી ભાજપમાં જોડાયા હતા. તેઓ નંદુરબાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ પ્રથમ વખત 2009માં આઘાડી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી હતી. પછી 2014માં ફડણવીસ સરકારમાં અને હવે 2022માં શિંદે સરકારમાં. ડો.વિજયકુમાર ગાવિત પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગ્યા છે. તેમની પુત્રી હિના ગાવિત નંદુરબાર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના સાંસદ છે.