News Continuous Bureau | Mumbai
Manipur Violence: કુકી સમુદાયે ( Kuki people ) શનિવારે આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ત્રણ રેલીઓ કાઢી હતી. આ રેલીઓમાં લોકો અલગ વહીવટી તંત્રની માંગ પર અડગ દેખાયા.
ચુરાચંદપુર જિલ્લામાં ભાજપના ( BJP Spokeperson ) રાજ્ય એકમના પ્રવક્તા માઈકલ લામજાથાંગના ( Michael Lamjathang ) પૈતૃક ઘરને અજાણ્યા લોકોએ આગ લગાવી ( Manipur Violence ) દીધી હતી. હુમલા દરમિયાન તુઇબોંગ સબડિવિઝનના પેનિયલ ગામમાં એક ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
સેંકડો વિરોધીઓએ રેલીમાં ભાગ લીધો હતો જે કાંગપોકપીની કીથેલમન્બી મિલિટરી કોલોનીથી શરૂ થઈ હતી અને આઠ કિલોમીટરનું અંતર કાપીને જિલ્લા હેડક્વાર્ટરના થોમસ મેદાન સુધી પહોંચી હતી.