News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળની વિશ્વ ભારતી યુનિવર્સિટીએ અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનને જમીન હડપ કરવાના આરોપમાં નોટિસ પાઠવી છે. જેમાં તેમને 24 માર્ચ સુધીમાં નોટિસનો જવાબ આપવા અને 29 માર્ચે યુનિવર્સિટીના જોઈન્ટ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થવા જણાવાયું છે. આ જમીન પચાવી પાડવાના આરોપસર કારણ બતાવો જારી કરવામાં આવ્યો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પર ગેરકાયદેસર કબજો કરવાનો આરોપ છે. વિશ્વ ભારતી યુનિવર્સિટીએ સેનને 13 ડેસિમલ જમીન ખાલી કરવા નોટિસ મોકલી છે. યુનિવર્સિટીએ અર્થશાસ્ત્રીને 3 દિવસમાં બીજી નોટિસ મોકલીને તાત્કાલિક જમીન ખાલી કરવા જણાવ્યું છે. યુનિવર્સિટી મેનેજમેન્ટનો આરોપ છે કે અમર્ત્ય સેન પાસે તેમના હિસ્સા કરતા વધુ જમીન છે, તેથી તેમણે આ જમીન તાત્કાલિક પરત કરવી જોઈએ.
આ તારીખે હાજર થવાનો નિર્દેશ
વિશ્વભારતી યુનિવર્સિટીનું કહેવું છે કે અમર્ત્ય સેન મોટાભાગે અમેરિકામાં રહે છે, તેથી શાંતિનિકેતન કેમ્પસમાં જમીન પર ગેરકાયદે કબજો ખાલી કરો. યુનિવર્સિટીએ સેનને 24 માર્ચ સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. આ સાથે તેમને 29 માર્ચે યુનિવર્સિટીના જોઈન્ટ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થવા પણ કહેવામાં આવ્યું છે.
હાજર નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે
યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જો તમે અથવા તમારા અધિકૃત પ્રતિનિધિ નિયત તારીખે હાજર નહીં થાઓ, તો એવું માનવામાં આવશે કે તમે જાણીજોઈને નોટિસનો જવાબ આપવા માંગતા નથી અને તમારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : પાટનગર દિલ્હીમાં PM મોદી લગાવાયા વિરોધી પોસ્ટરો, પોલીસે આટલા લોકોની કરી ધરપકડ, નોંધ્યા 100થી વધુ કેસ…
વધુ જમીનનો કબજો
જણાવી દઈએ કે અમર્ત્ય સેન હાલ અમેરિકામાં રહે છે. હજુ સુધી આ નોટિસ અંગે તેમના કે તેમના પરિવાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. વિશ્વભારતી યુનિવર્સિટીનો દાવો છે કે શાંતિનિકેતન કેમ્પસમાં તેમની પાસે કાયદેસર રીતે માત્ર 1.25 એકર જમીન છે, પરંતુ તેમણે કુલ 1.38 એકર જમીન પર અતિક્રમણ કર્યું છે.