ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ 9 માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે.
મેચ જોવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ગુજરાત પહોંચ્યા હતા. અહીં તેમણે રાજભવનમાં આયોજિત હોળીના તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન
આ દરમિયાન અલ્બેનીઝએ પણ હોળી રમી હતી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રતને રંગ લગાવ્યો હતો.
એન્થોની અલ્બેનીઝે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે તિલક હોળી રમી હતી. ગુલાલ અને ફૂલોથી ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયન પીએમએ પણ ગુજરાતના આદિવાસી નૃત્યની મજા માણી હતી. અગાઉ તેમણે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.