News Continuous Bureau | Mumbai
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારા ઘરમાં દીપડો(leopard) ઘૂસી જાય તો તમે શું કરશો? હાલ સોશિયલ મીડિયા(Social media)માં એવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક દીપડો ઘરની અંદર લટાર મારતો જોવા મળી રહ્યો છે.
બિલ્લીપગે #ઘરમાં ઘુસ્યો #દીપડો, ઘરની અંદર #લટાર મારતા જોવા મળ્યો. લોકોમાં ભયનો માહોલ.. જુઓ #વિડીયો.. #Maharashtra #satara #leopard #Durgavisarjen #viral #video pic.twitter.com/gp2I9zfmN1
— news continuous (@NewsContinuous) October 7, 2022
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના મહારાષ્ટ્ર(Maharashatra)ના સતારા(Satara)ની છે, જ્યારે પરિવારના સભ્યો દુર્ગા વિસર્જન (Durga Visarjen) કાર્યક્રમ માટે બહાર ગયા હતા ત્યારે એક દીપડો(leopard) તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યારે ઘરના લોકો પાછા ફર્યા તો તેઓએ જોયું કે દીપડો તેમના ઘરના એક રૂમના દરવાજે બેઠો હતો. ઘરની અંદર દીપડાને જોઈ લોકો ડરી ગયા હતા. ત્યારે પરિવારના એક સભ્યએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ પછી પરિવારજનોએ રાહત અને બચાવ માટે વન વિભાગની ટીમને બોલાવી હતી.
આ માહિતી મળતાં જ ઘરની આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘણા લોકોએ અંદર ઘૂમતા દીપડાનો વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે..