News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બોરીવલી(પશ્ર્ચિમ)માં પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી ઉત્તર મુંબઈના બોરીવલી અને દહીસરમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેવાનો છે. પાણીપુરવઠા ખાતા દ્રારા ગુરૂવાર રાતથી શુક્રવાર રાત સુધી પાઈપલાઈનું સમારકામ કરવામાં આવવાનું છે, તેથી આ સમય દરમિયાન પાણીપુરવઠો બંધ રહેશે.
પાલિકાના જણાવ્યા મુજબ બોરીવલી (પશ્ર્ચિમ)માં ‘આર-સેન્ટ્રલ’ વોર્ડના પરિસરમાં ઑરા હૉટેલ સામે લિંક રોડની પૂર્વ તરફ ૧૫૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન (વલ્લભનગર આઉટલેટ)નું કામ ગુરૂવાર પાંચ મેના રાતના ૧૧.૫૫ વાગ્યાથી ચાલુ કરવામાં આવશે, જે શુક્રવાર છ મે, ૨૦૨૨ના રાતના ૧૧.૫૫ વાગ્યા સુધી ચાલશે.
તેથી ગુરવાર રાતથી શુક્રવાર રાત સુધીના ૨૪ કલાક દરમિયાન ‘આર-સેન્ટ્રલ’ અને ‘આર-ઉત્તર’ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંર્પૂણપણે બંધ રહેશે.
‘આર-સેન્ટ્રલ’ વોર્ડમાં ચારકોપ, ગોરાઈ, એક્સર, શિંપોલી, વઝીરા નાકા અને સંપૂર્ણ બોરીવલી (પશ્ર્ચિમ) વિસ્તારમાં છ મેના પાણીપુરવઠો બંધ રહેશે. આર-ઉત્તર વોર્ડમાં એલઆઈસી કોલોની, એક્સર ગામ, દહીસર ગામ, કાંદરપાડા લિંક રોડ અને સંપૂર્ણ દહીસર (પશ્ર્ચિમ)માં છ મેના કામને કારણે પાણીપુરવઠો બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે. ઇન્ડીયન ઓઇલે ઉતાર્યું સસ્તુ ઇંધણ. આ રાજ્યમાં પ્રયોગ શરુ. જાણો વિગતે…
ઉત્તર મુંબઈના આ વિસ્તારમાં ગુરૂવાર અને શુક્રવારે પાણી મળશે નહીં.
159
Join Our WhatsApp Community