News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat)માં ભારે વરસાદના લીધે સરદાર સરોવર નર્મદા ડેમ(Sardar Sarovar Narmada Dam) સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે.ગત ૨૪ કલાકમાં ૨.૭૫ મીટરનો વધારો નોંધાયો છે. નર્મદા બંધ(Narmada Dam)ના ઉપરવાસમાં ભારે વરસાદ(Rain)ના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર(Indira Sagar dam) અને તવા ડેમના તમામ દરવાજા ખોલાયા, જેમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક વધી ૨.૯૦ લાખ ક્યુસેક થઈ છે. જેથી નર્મદા બંધની જળ સપાટી ૧૨૮.૫૮ મીટરે પહોંચી છે.
જળસપાટીમાં વધારો થતા અને આગામી દિવસોમાં હેવી ફ્લડ(Flood) આવવાની શક્યતાએ ૧૨૦૦ મેગા વોટની ક્ષમતા ધરાવતા આરબીપીએચના તમામ અને ૨૫૦ મેગા વોટની ક્ષમતા ધરાવતા સીએચપીએચ પાવર હાઉસ(CHPH Power House)ના ૩ ના ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. જે રોજની ૫૪ કરોડથી વધુની વીજળી (Elctricity) ઉત્પાદન કરી રહ્યાં છે. હાલ સરદાર સરોવરમાં ૧૯૩૦ મિલિયન ક્યુબીક મીટર કુલ પાણી સ્ટોરેજ છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાના ઉદભવસ્થાન ચીનમાં મહામારીની રી-એન્ટ્રી-આ શહેરમાં ફરી વાર લોકડાઉન લાગુ પડાયું-લાખો લોકો ઘરોમાં કેદ
આ સીઝનમાં પ્રથમવાર ગરુડેશ્વર વિયર ડેમ(Garudeshwar Weir Dam) કમ કોઝવે ઓવરફ્લો થયો છે. જે પ્રવાસીઓનું આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે. હાલ નર્મદા બંધના પાવરહાઉસ ચાલુ થતા ૮૦ હાજર થી ૧ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા નદીમાં પાણીની વધુ માત્રા આવતા નર્મદા નદી (narmada river)નું લેવલ ૩૧ મીટર ને પાર કરી દેતા નર્મદા નદી પરના વિયરડેમ કમ કોઝવે ઉપરથી ૨ મીટર પાણી હાલ વહી રહ્યું છે.