ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
અત્યાર સુધી ગુજરાતના મહેસુલ કાયદા મુજબ 'ખેડે તેની જમીન' અથવા તો 'ખેડૂત હોય તે જ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે' એવા નિયમો હતા. પરંતુ હવે વિવિધ મુદ્દે ગુજરાત સરકાર ઓછામાં ઓછા નિયમો અને કાગજિ કાર્યવાહી લાગુ કરવા માંગે છે. આ અંતર્ગત ગુજરાતમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જમીન ખરીદી માટે તથા ગણોત કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની નવી દિશાઓ ખુલશે. પરિણામે રાજ્યમાં વધુ ઔધોગિક મૂડી રોકાણ આકર્ષિત કરી શકાશે.
રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી પશુપાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદયા બાદ, એક મહિનામાં કલેકટરને જાણ કરવાની રહેશે. એક બોનાફાઈટ ઈન્ડસ્ટ્રીઝ પરપઝની જેમ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી શકાશે.
રાજ્યમાં બોનાફાઈટ ઈન્ડસ્ટ્રીઝ પરપઝ માટે જમીન ખરીદી હોય, પરંતુ ઉદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઈ મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આ વ્યવહારોમાં જંત્રીની માત્ર 10 ટકા કિંમત પ્રીમિયમ ભરીને તબદીલ થઇ શકશે. ડેટ રીકવરી અર્થાત દેવા વસુલી એનસીએલ–4 હેઠળ લીકવીડેટર કે નાણાકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં, આવી જમીનો ખરીદનારે 60 દિવસમાં ફક્ત 10 ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે.
ગુજરાત સરકારના આ નિર્ણય બાદ રોજગારીની નવી દિશા ખુલશે. શિક્ષણ, મેડિકલ, ઈજનેરી, આરોગ્ય ક્ષેત્રે વિકાસની નવી તકો ખુલવાની શક્યતાઓ માં વધારો થયો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com