News Continuous Bureau | Mumbai
West Bengal Violence:મણિપુર બાદ હવે પશ્ચિમ બંગાળનો મુર્શિદાબાદ જિલ્લો ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાને લઈને સમાચારોમાં છે. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારમાં લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે અધિકારીઓએ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અથડામણ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત વાંધાજનક મેસેજને લઈને થઈ હતી. આ અથડામણમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલા વિશે.
West Bengal Violence:અથડામણમાં 15 લોકોની ધરપકડ
મીડિયા રિપોર્ટ મુજબ બેલડાંગામાં થયેલી અથડામણમાં કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. કાર્તિક પૂજા પંડાલ પાસેના ગેટ પર લગાવેલા ડિસ્પ્લે બોર્ડ પર લખેલા મેસેજ વિશે એક જૂથના લોકોને જાણ થતાં બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં કથિત રીતે સામેલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Iran New Supreme leader : ઈરાનની રાજનીતિમાં મોટા બદલાવના સંકેત, સુપ્રીમ લીડર ખામેનીએ આ વ્યક્તિને બનાવ્યા ઉત્તરાધિકારી
West Bengal Violence: દેશી બનાવટના બોમ્બનો પણ ઉપયોગ
વિવાદ બાદ એક જૂથ એકત્ર થઈ ગયું અને અથડામણ શરૂ થઈ. આ દરમિયાન બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઘણી દુકાનો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને દેશી બનાવટના બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અથડામણમાં પોલીસના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. સવાર સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત છે.