News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા તકનિકી કારણોસર ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ ને 8 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે.અને ટ્રેન નંબર 19405/19406 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનો સંચાલન સમય બદલવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર 19406 ગાંધીધામ – પાલનપુર એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી ગાંધીધામથી 06:00 કલાકને બદલે 08:10 કલાકે ઉપડશે અને 12:30 કલાક ના બદલે 14:50 કલાકે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray Matoshree: ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં જોવા મળ્યો 4 ફૂટ લાંબો કોબ્રા!, સાપ દેખાતા ‘માતોશ્રી’માં ખળભળાટ.. જુઓ વિડીયો..
• ટ્રેન નંબર 19405 પાલનપુર – ગાંધીધામ એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી પાલનપુરથી 18:05 કલાકને બદલે 15:40 કલાકે ઉપડશે અને 00:50 કલાક ના બદલે 22:20 કલાકે ગાંધીધામ પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર રહેશે.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનની સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.