Western Railway :
Western Railway : પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ પર વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 પર રિગર્ડરિંગના કામ માટે 18 જૂન 2025 (બુધવાર) ના રોજ બ્લોક લેવામાં આવ્યો હતો. જે ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યો છે. તદનુસાર 18 જૂન 2025 ના રોજ પ્રભાવિત ટ્રેનો હવે તેમના નિર્ધારિત સમયસારણી પ્રમાણે ચાલશે. પુનઃસ્થાપિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
Western Railway : સંપૂર્ણ પણે રદ ટ્રેન
• ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
• ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
Western Railway : આંશિક રીતે રદ ટ્રેન
• ટ્રેનસંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
Western Railway : રિશિડયુલ/રેગ્યુલેટ ટ્રેનો
1. ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
2. ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ
3. ટ્રેનસંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતીમાટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે .