News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 25 જૂન 2025 ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે:
Western Railway : સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન
- 25 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
- 25 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
Western Railway : આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
- 25 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad plane crash: અમદાવાદ માં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ વિદેશમાં છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ…
Western Railway : રિશિડયુલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો
- 25 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે.
- 25 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રેહશે
- 25 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે.
- 25 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે.
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતીમાટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે .
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.