News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-જંઘઈ, સાબરમતી-બનારસ અને વિશ્વામિત્રી-બલિયા ની વચ્ચે ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
1. ટ્રેન નંબર 09405/09406 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ (4 ફેરા)
ટ્રેન નંબર 09405 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ 13 અને 17 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી 22:40 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04:30 કલાકે જંઘઈ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ 15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ જંઘઈ થી 08:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
આ સમાચાર પણ વાંચો: Western Railway: મુસાફરોને થશે મુશ્કેલી, ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત
2. ટ્રેન નંબર 09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ફેરા)
ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
3. ટ્રેન નંબર 09139/09140 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ (02 ફેરા)
ટ્રેન નંબર 09139 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ વિશ્વામિત્રી થી 08:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:30 કલાકે બલિયા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09140 બલિયા-વિશ્વામિત્રી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ 23:30 કલાકે બલિયાથી ઉપડશે અને ત્રીજા દિવસે 10:05 કલાકે વિશ્વામિત્રી પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંતહિરદારામ નગર, વિદિશા, ગંજ બાસૌદા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, ચુનાર, વારાણસી, જૌનપુર, ઔડિહાર અને ગાજીપુર સિટી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09139 નો વડોદરા સ્ટેશન પર એક્સ્ટ્રા સ્ટોપેજ હશે. ટ્રેનમાં એસી 1-ટિયર, એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
આ સમાચાર પણ વાંચો: Ahmedabad Municipal Corporation: રેલ યાત્રીઓની મુસાફરી થશે સરળ, રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી અને અમદાવાદ વચ્ચે શરૂ કરાઈ બસ સેવા..
ટ્રેન નંબર 09405, 09453 અને 09139 નું બુકિંગ 06 ફેબ્રુઆરી 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણઁ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed