Western Railway: યાત્રાળુ માટે સારા સમાચાર, પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા માટે 3 જોડી સ્પેશ્યલ ટ્રેનોમાં આટલા વધારાના કોચ ઉમેરવામાં આવ્યા

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ ની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવાંમાં આવ્યા વધારાના કોચ.

by khushali ladva
Western Railway Good news for pilgrims, Western Railway has added this many additional coaches in 3 pairs of special trains for the Mahakumbh Mela

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળ થી ચાલનારી ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર-ચાર કોચ વધારાના ઉમેરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નં. 09413/09414 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન માં સાબરમતી થી 5,9,14 અને 18 ફેબ્રુઆરી 2025 ના રોજ તથા બનારસથી 6,10,15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નં. 09421/09422 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન માં સાબરમતીથી 23 અને 26 જાન્યુઆરી 2025 ના રોજ તથા બનારસથી 24 અને 27 જાન્યુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.

3. ટ્રેન નં. 09403/09404 અમદાવાદ-જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન માં અમદાવાદથી 5,14,15,18,19 અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ તથા જંઘઈ થી 7,16,17,20,21 અને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mundra Customs: મુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડ રૂપિયાના સાયકોટ્રોપિક પદાર્થોનો નાશ કર્યો, NDPS એક્ટ હેઠળ મોટી જપ્તી

Western Railway: ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like