News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના મહેસાણા -પાલનપુર સેક્સનમાં ઊંઝા અને કામલી સ્ટેશનો ની વચ્ચે સ્થિત બ્રિજ સંખ્યા 929 (કિમી 691/25-27) ના પુન:નિર્માણ હેતુ ગર્ડર લોન્ચિંગ કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવ્યું આ નિર્માણ કાર્ય માટે તારીખ 18.02.2025 ના રોજ 5 કલાકનો બ્લોક અપ અને ડાઉંન લાઈનો પર 13:05 કલાકથી 18:05 કલાક સુધી લેવામાં આવ્યો હતો, જેના કારણે 20.4 મીટર લાંબા આરએચ ગર્ડરનું લોન્ચિંગ કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પુલ પહેલા GC લોડિંગનો હતો જેને હવે બદલવાની જરૂર હતી.
આ કાર્યસ્થળ પર કેટલાક પડકારો આવ્યા કારણ કેઆ સ્થાન તાજેતરમાં શરુ કરવામાં આવેલી ડાઉન લાઇન અને DFCCIL ટ્રેક ની વચ્ચે સ્થિત હતી, સાથે જ ક્રેનની અવર જવર માટે મર્યાદિત જગ્યા હતી. તેના કારણે કાર્ય ને સરળતાથી પૂર્ણ કરવા માટે સાવધાનીપૂર્વક આયોજન અને અમલીકરણની જરૂર હતી. બ્લોક દરમિયાન, ચાર આરસીસી સ્લેબ અને રીટેનર દૂર કરવામાં આવ્યા હતા અને જૂના એબટમેન્ટનો પણ નષ્ટ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: US Reciprocal Tariffs: ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ… મિત્ર દેશ ભારત પર તેની કેટલી થશે અસર, કયા ઉદ્યોગો માટે ચિંતાનો વિષય? જાણો..
Western Railway: પુલના કાર્યો સિવાય આ બ્લોક દરમિયાન નીચેના મહત્વપૂર્ણ કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા
- ધારેવાડા યાર્ડ (UP લાઇન) માં Pt 120 પર WCMS ક્રોસિંગ સ્થાપિત કરવામાં આવ્યું
- ખોડિયાર યાર્ડ (DN લાઇન) માં Pt 142 પર થીક વેબ સ્વીચ ની સ્થાપના કરવામાં આવી.
- બ્રિજ નંબર 965 (UP લાઇન) પર 43 ચેનલ સ્લીપર્સને એચ-બીમ સ્લીપર્સથી બદલવામાં આવ્યા હતા.
- ઊંઝા યાર્ડ ખાતે 4 WCMS ક્રોસિંગ અને 2 થીક વેબ સ્વીચોનું લોડિંગ અને અનલોડિંગ UTV દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્ય માટે લગભગ 5 કલાકના સાવધાનીપૂર્વક આયોજનબદ્ધ બ્લોક ની સમય જરૂરીયાત હતી, પરંતુ કાર્યક્ષમ અમલીકરણ અને સમર્પિત પ્રયાસોને કારણે આ કાર્ય નિર્ધારિત સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ કવાયતની સફળતા મુસાફરોને વધુ સારી અને સતત સુરક્ષિત ટ્રેન મુસાફરીનો અનુભવ પ્રદાન કરવામાં એક નોંધપાત્ર સિદ્ધિ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed