Western Railway: પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તેમ જ સુવિધાને ધ્યાનમાં રખીને ભુજ અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમય સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

by Hiral Meria
Western Railway to run bi-weekly summer special train between Bhuj-Delhi Sarai Rohilla

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તેમ જ સુવિધાને ધ્યાનમાં રખીને ભુજ અને દિલ્હી  સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમય સ્પેશિયલ ટ્રેન ( Special Train ) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે :- 

Western Railway: ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (કુલ 36 ફેરા) 

ટ્રેન નંબર 09407 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ( Bhuj-Delhi Sarai Rohilla special train ) 30 એપ્રિલ 2024થી 28 જૂન 2024 સુધી મંગળવાર અને શુક્રવારે ભુજથી સાંજના 17.00 વાગ્યે રવાના થઇને બીજા દિવસે બપોરના 12:20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09408 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ સ્પેશિયલ 01 મે 2024થી 29 જૂન 2024 સુધી દર બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલ્લાથી ( Delhi Sarai Rohilla ) બપોરના 15:00 કલાકે રવાના થઇને બીજા દિવસે 11:30 વાગ્યે ભુજ પહોંચશે.  

આ સમાચાર પણ વાંચો :  Heatwave: હીટવેવથી પશુધનનું રાખો ખાસ ધ્યાન, જાણો કેવી રીતે પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી.

રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં. બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી ગુડગાંવ અને દિલ્હી કૈંટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી. થર્ડ એસી, સ્લીપર તેમ જ જનરલ કલાસના કોચ હશે. 

ટ્રેન નંબર 09407નું બુકિંગ 19 એપ્રિલ 2024થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસીની ( IRCTC ) વેબસાઇટ પર શરૂ થશે. બંને ટ્રેનોના પ્રસ્થાનનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in સાઇટ પરથી તપાસી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More