News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ( Special train ) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ રીતે છે :
Western Railway: ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ (કુલ 2 ફેરા)
ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ( Sabarmati-Haridwar Special train ) 05 મે 2024 રવિવારે સાબરમતીથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:00 કલાકે હરિદ્વાર પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 06 મે 2024 સોમવારે હરિદ્વારથી ( Haridwar ) 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી ( Sabarmati ) પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Piyush Goyal: ભાજપ અને મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ ઉત્તર મુંબઈના વાગડ સમાજ સાથે સંવાદ સ્થાપ્યો
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્લી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.
ટ્રેન નંબર 09425 નું બુકિંગ 04 મે, 2024 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની ( IRCTC ) વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.