News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ( passengers ) સુવિધા અને તહેવારોને ( festivals ) ધ્યાનમાં રાખીને તેમની માગણીને પૂરી કરવા માટે અમદાવાદ મંડળ ( Ahmedabad Mandal ) થઇને ખાસ ભાડું લઇને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ( Festival Special Trains ) ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
- ટ્રેન નંબર 09111/09112 સુરત -મહુવા સ્પેશિયલ (દ્વિસાપ્તાહિક) (14 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09111 સુરત-મહુવા સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે સુરતથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 09.10 વાગ્યે મહુવા પહોંચસે. આ ટ્રેન 8 નવેમ્બરથી 29 નવેમ્બર, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નબર 09112 મહુવા-સુરત સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે બપોરના 13.15 વાગ્યે મહુવાથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 02.30 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર, 2023થી 30 નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, અમદાવાદ, ગાંધીગ્રામ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, નિંગાલા, ધોળા, ઢસા, દામનગર, લિલિયા મોટા, સાવરકુંડલા અને રાજુલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ, સેકન્ડ સિટિંગ અને સેક્નડ ક્લાસના જનરલ કોચ હશે.
- ટ્રેન નંબર 09017/09018 સુરત-વેરાવળ સ્પેશિયલ (સાપ્તાહિક) (8 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સ્પેશિયલ દર સોમવારે 19.30 વાગ્યે સુરતથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 6 નવેમ્બર, 2023થી 27 નવેમ્બર, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સ્પેશિયલ દર મંગળવારે 11.00 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરશે અને એ જ દિવસે 23.45 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન 7 નવેમ્બર 2023થી 28 નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળિયા હટિના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ, સેકન્ડ સિટિંગ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.
આ સમાચાર પણ વાંચોઃ Surat: સુરતના ૧૮ યુવાઓએ માતૃભૂમિના ઋણસ્વીકાર સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી.
- ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની સ્પેશિયલ (સાપ્તાહિક) (16 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ દર શુક્રવારે 12.50 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરશે અને રવિવારે 03.30 વાગ્યે બરૌની પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર, 2023થી 29 ડિસેમ્બર, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે 13.45 વાગ્યે બરૌનીથી પ્રસ્થાન કરશે અને મંગળવારે 05.50 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બર, 2023થી 31 ડિસેમ્બર, 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ફતેહપુર સિક્રી, આગ્રા ફોર્ટ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પં. દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09111, 09112, 09017, 09018 અને 09569નું બુકિંગ 5 નવેમ્બર, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડું લઇને સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે આ વેબસાઇટ www.enquiry. Indianrail.gov.in પરથી જાણકારી મેળવી શકશો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.