ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક સનસનીખેજ કિસ્સો બહાર આવ્યો છે. અહીં જેલમાં બંધ ઇરશાદની રહસ્યમય રીતે હત્યા થઈ હતી. હવે જ્યારે આ હત્યાનો ભેદ ખૂલ્યો છે ત્યારે પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ છે.
વાત એમ છે કે ઇરશાદ જ્યારે જેલમાં બંધ હતો ત્યારે તેણે પોતાના બે વર્ષના બાળકનો સોદો એક મુમતાઝ નામની મહિલા સાથે કરી દીધો. ગામની મહિલા મુમતાઝ પણ ચોરીના આરોપસર જેલના સળિયા પાછળ હતી.
સૌથી પહેલાં મુમતાઝને જામીન મળી ગયા અને તેણે ઇરશાદના બે મહિનાના બાળકને પોતાના કબજામાં લઈ લીધું તેમ જ તેનું લાલનપાલન શરૂ કરી દીધું. કેટલાક સમય બાદ ઇરશાદ જેલમાંથી બહાર આવ્યો અને પૈસા માગવા માટે જ્યારે મુમતાઝ પાસે પહોંચ્યો ત્યારે મુમતાઝ અને તેના મિત્રોએ મળીને ઇરશાદનું મર્ડર કરી નાખ્યું.
વાવાઝોડાનું પરિણામ : જમ્બો કોવિડ સેન્ટરમાંથી સેંકડો દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે
આમ પોતાના પુત્રને વેચવા જતાં એક પિતાએ પોતાનો જીવ ખોયો.
ઇરશાદ અને મુમતાઝ બંને રીઢા ગુનેગારો હતાં તેમ જ અલગ-અલગ ગુનામાં જેલની સજા કાપી રહ્યાં હતાં. હાલ પોલીસ મુમતાઝને શોધી રહી છે.