ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની શરુઆત થશે અને ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે. હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યોં છે પરંતુ 15 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે.
ગુજરાતમાં વરસાદ બંધ થઈ ગયો છે તેથી આખા રાજ્યમાંથી ચોમાસુ વિદાય થઈ ગયું છે અને હવે વરસાદ નહી પડે એવું મનાય છે પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 નવેમ્બર સુધી લોકોએ ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની સીઝનની શરુઆત થશે. હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, અત્યારે આંદામાનનાં દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહિ જોવા મળે.. હાલમાં ચોમાસું મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, અને ઉત્તર ગુજરાતમાંથી વિદાય લઇ ચુક્યું છે.