News Continuous Bureau | Mumbai
White Ration Card: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભા પહેલા રાજ્યના સામાન્ય લોકોને મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજનાની ભેટ ( Mahatma Jyotirao Phule Jan Arogya Yojana ) આપી છે. ગયા વર્ષે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજનાની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી. પરંતુ આનો અમલ થયો ન હતો. હવે 1 જુલાઈથી, આ યોજના દરેક માટે લાગુ થશે અને કોઈપણ રેશનકાર્ડ ( Ration Card ) ધારક મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમાનો લાભ મેળવી શકશે.
અગાઉ, આ આરોગ્ય વીમો, રૂ. 1.5 લાખનું વીમા કવર મહારાષ્ટ્રમાં ( Maharashtra ) માત્ર પીળા અને ઓરેન્જ રેશનકાર્ડ ધારકોને ( Ration Card Holders ) જ ઉપલબ્ધ હતું. આ યોજનાનો લાભ મેળવવા માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ યોજના અગાઉ રૂ.1 લાખની વાર્ષિક આવક ધરાવતા નાગરિકો માટે જ ઉપલબ્ધ હતી. પરંતુ હવે 1 જુલાઈ, 2024થી સમગ્ર મહારાષ્ટ્રમાં સફેદ રેશનકાર્ડ ધારકો પણ આ સ્વાસ્થ્ય વીમાનો ( Health Insurance ) લાભ મેળવી શકશે. આ માટે સફેદ રેશનકાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરવાના આદેશો આપવામાં આવ્યા છે અને આ માટે રાજ્યભરના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓ, નાયબ રેશન વિતરણ નિયંત્રક, તમામ ખાદ્યાન્ન વિતરણ અધિકારીઓને આધાર કાર્ડ લિંક કરવા સૂચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદની અસર, આ રેલવે લાઈનની લોકલ સેવાઓ ખોરવાઈ; ટ્રેનો 25-30 મિનિટ દોડી રહી છે મોડી
White Ration Card: આરોગ્ય વીમાની મર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની વાત થઇ હતી…
2019 માં, આરોગ્ય વિભાગે મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના નામની બે યોજનાઓને સંયુક્ત રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. આમાં 2023 સુધીમાં સુધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય અથવા MJPJAY યોજનાની જાહેરાત કરી હતી. આરોગ્ય વીમાની મર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની વાત થઇ હતી. પરંતુ તેનો અમલ હવે 1 જુલાઈથી કરવામાં આવશે અને આમાં પીળા અને ઓરેન્જ રેશનકાર્ડ ધારકો સહિત સફેદ રેશનકાર્ડ ધારકો એટલે કે, તમામ વર્ગના લોકો હવે આ મફત આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકશે.