News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર(Shinde govt) બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
દરમિયાન તમામ અટકળો વચ્ચે હવે ખુદ સીએમ શિંદે(CM Eknath Shinde)એ કહ્યું છે કે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે મંત્રીમંડળ(Cabinet expansion)ના વિસ્તરણમાં વિલંબ થયો છે. પરંતુ આ અંગે કોઈપણ સ્તરે કોઈ વિવાદ નથી.
અમે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરીશું, હવે આમાં કોઈ વિલંબ થશે નહીં.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગત 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : બંગાળના રાજકારણમાં નવા જુનીના એંધાણ-TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં- 21 મારા ટચમાં-આ ભાજપ નેતાના દાવાથી પાર્ટીમાં ખળભળાટ