News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ મસ્જિદો પર લગાડવામાં આવેલા લાઉડસ્પીકર(Loudspeaker row)ને લઈને રાજકારણ ગરમાયુ છે.
રાજ ઠાકરે(MNS chief Raj Thackeray) બાદ હવે અમરાવતી(Amaravati)થી નિર્દળીય વિધેયક રવિ રાણા (Ravi Rana)અને તેમની પત્ની સાંસદ નવનીત રાણા(Navneet Rana)એ મુંબઈમાં CM ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના નિવાસ સ્થાન માતોશ્રી(Matoshree) સામે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વાચવાની જાહેરાત કરી છે.
તેઓ આવતીકાલે એટલે કે શનિવારે મુંબઈ આવીને માતોશ્રી પર હનુમાન ચાલીસાના પાઠ કરશે.
રવિ રાણાની જાહેરાત બાદ માતોશ્રી પર શિવ સૈનિકો(Shiv sena)ની ભીડ એકઠી થવાની શક્યતા છે. તો તેમના આવવાથી બાન્દ્રા વિસ્તારમાં પણ તાણનો માહોલ બની શકે છે.
રવિ રાણાની આ જાહેરાતે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ
 
			         
			         
                                                        