News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ટ્રાફિક નિયમો(Traffic rule)નો ભંગ કરનારને દંડ કરવામાં આવે છે. જોકે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Deputy CM Devendra Fadnavis) જે ડ્રાઈવરો સામે પાંચથી છ વખત દંડની કાર્યવાહી કરવામાં આવી હોય તેમના લાઈસન્સો કામચલાઉ કે કાયમી ધોરણે સસ્પેન્ડ(Licence suspend) કરવાની ભલામણ કરી છે.
સોમવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે માર્ગ સલામતીના પગલાં અને સુધારેલી નીતિ અંગે નિર્ણય લેવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વધતા અકસ્માતો(road accident)ના બનાવને ધ્યાનમાં લેતાં વાહનોના નિયમોનું ઉલ્લંઘન(traffic rule) કરવા બદલ જેમને પાંચથી છ વખત દંડ કરવામાં આવ્યા છે તેમના ડ્રાઈવિંગ લાઈસન્સને કેટલાક દિવસો કે મહિના માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવાનો નિર્દેશ નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ- ઋતુજા લટકે બિનહરિફ નહીં ચૂંટાય- હજુ આટલા ઉમેદવારો છે મેદાનમાં
આ ઉપરાંત આ બેઠકમાં હાઈ વે(highway) પર અતિ ઝડપે વાહનો ચલાવતી વખતે લેન જમ્પિંગ(Lane Jumping) કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે ટીમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટીમના સભ્યો બેદરકારીપુર્ણ રીતે વાહનો ચલાવનારા પર નજર રાખીને તેમનો પીછો કરીને દંડાત્મક કાર્યવાહી કરશે. આ ઝૂંબેશનો પહેલો તબક્કો મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે(Mumbai-Pune Expressway) પર અમલમાં મુકવામાં આવશે. અકસ્માત રોકવા માટે જે સ્માર્ટ યંત્રણા આખી દુનિયાના રસ્તામાં છે તેને જ સમૃદ્ધિ મહામાર્ગ પર બેસાડવાની ભલામણ કરવામાં આવી છે.
રાજ્યમાં 1 હજાર 4 જગ્યાએ બ્લેક સ્પોટ છે, લગભગ 72 ટકા અકસ્માતો ઓવર સ્પીડિંગને કારણે થાય છે. રિપોર્ટ અનુસાર જે જગ્યાએ બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં અકસ્માત દર 53 ટકા છે. રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લગભગ 6 કરોડ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત નિયંત્રણ અને રાહત માટે મૃત્યુંજય દત્ત પ્રોજેક્ટ અમલમાં છે અને રાજ્યભરમાં 5351 મૃત્યુંજય દત્તની નિમણૂક કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : કાયદાનું જ્ઞાન – ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી છીનવી શકતી નથી અને જો આવું કરે તો તરત જ કરો આ કામ