ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
8 જુલાઈ 2020
અંડરવર્લ્ડ ડોન અરૂણ ગવળીને 28 દિવસનો ફર્લો પર જેલ બહાર આવવાની મંજુરી મળી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ગઈકાલે અરુણ ગવલીને જામીન આપી દીધા છે. નોંધનીય છે કે અરૂણ ગવળી થોડા દિવસો પહેલા જ તેની પેરોલ પૂર્ણ કર્યા પછી નાગપુર જેલમાં પાછો ફર્યો હતો. ગવળીએ 30 નવેમ્બર, 2019 ના રોજ જેલના વહીવટ સમક્ષ ફર્લો રજા માંગવા માટે અરજી કરી હતી. પરંતુ સાત મહિનાનો સમયગાળો છતાં તેની અરજીની સુનાવણી થઈ ન હતી.
આ ઉપરાંત અરુણ ગવળીને, આ પહેલાં આઠ વખત જેલમાંથી વિવિધ કાનુની અધિકારો હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, ગવળીના વકીલોએ દલીલ કરી હતી કે તેમણે નિર્ધારિત સમયની અંદર જેલમાં પાછો ફર્યો હતો અને કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. વકીલની આ દલીલ સ્વીકારીને કોર્ટે ગવલીને 28 દિવસની ફર્લો રજા આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના દરમ્યાન લોકડાઉન થવાને કારણે અરૂણ ગવળીની પેરોલ એક વખત લંબાવાઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે મુંબઈમાં એક શિવસેનાના નેતાની હત્યાના મામલે અરુણ ગવળીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com