ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
કોરોના કટોકટીના કાળમાં લોકડાઉન દરમિયાન હજારો પરપ્રાંતિય મજૂર પોતપોતાના ઘરે પરત ફર્યા હતા, પરંતુ પલાયન કરીને ગયેલા મજૂરો ફરી એકવાર, કામની શોધમાં યુપી, બિહાર અને ઝારખંડથી પરત ફરી રહ્યા છે. દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર રક્ષાબંધન બાદથી દરરોજ હજારો પરપ્રાંતિય મજૂરો પાછા આવી રહ્યા છે. કેટલાકને જુના માલિક તો કેટલાક ને કોન્ટ્રાક્ટરો પાછા બોલાવી રહયાં છે, અને કોઈ નોકરીની શોધમાં દિલ્હી પાછા ફરી રહયાં છે.
પહેલાં શહેરોના બસ સ્ટેન્ડ પર બસોના ચાલકો અને કંડકટરો 20 થી વધુ સવારી બેસાડતા ન હતાં. પરંતુ પહેલા જવાની હોડમાં મુસાફરો ધકામુક્કી કરી રહયાં છે. જેના કારણે સામાજિક અંતરનાં નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જાનનું જોખમ પણ વધી રહ્યું છે.
દિલ્હી જેવી જ સ્થિતિ મોટો ભાગના શહેરોની છે. બસ સ્ટેન્ડ અને ખાનગી ટેક્સી સ્ટેન્ડ પાર મજૂરો, કામદારોની ભીડ ઉમટી છે. ગામમાં કામધંધા, રોજગારી ન હોવાથી જીવન ગુજારવું મુશ્કેલ બન્યું છે.
પરંતું હવે સૌથી વધુ મોટી મુશ્કેલી એ છે કે આટલી મોટી સંખ્યામાં કામદારો શહેરમાં ફરી રહયાં છે તેનાથી ફરી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું અને કોમ્યુનિટી સ્પ્રેડનો ખતરો વધી ગયો છે. જેને કારણે સરકાર અને સ્થાનીક પ્રશાસન મુશ્કેલી માં મુકાઈ ગયું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com