ભારતમાં ખતરાની ઘંટી વાગી! આ રાજ્ય બન્યું ઓમિક્રોનના કેસનું હોટસ્પોટ, સરકારે જાહેર કર્યું આ એલર્ટ;  લગાવ્યા નવા પ્રતિબંધ

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ,29 ડિસેમ્બર 2021.

બુધવાર.

સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોનના પગલે કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. 

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. 

દિલ્હીમાં 10pm-5am સુધી નાઈટ કરફ્યુ લગાવી દેવાયો છે. 

દિલ્હી મેટ્રો, રેસ્ટોરન્ટ્સ, બાર 50% ક્ષમતા પર ચલાવવા માટે આદેશ અપાયો છે. 

આ ઉપરાંત  સિનેમા હોલ, સ્પા, જીમ, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 700થી વધુ થયા છે, જેમાં દિલ્હી 165થી વધુ કેસ સાથે ટોચ પર છે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *