News Continuous Bureau | Mumbai
Yog Award: : રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલા હોય તેવા યોગ કો-ઓર્ડીનેટર,યોગ કોચ તેમજ યોગ ટ્રેનરને વર્તમાન વર્ષે યોગ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Saraswati River Bridge: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સરસ્વતી નદી પર ‘આ’ બ્રિજ નિર્માણ માટે આપી મંજૂરી, રાજ્ય સરકાર ફાળવશે ૧૪૫ કરોડ રૂપિયા.
યોગ એવોર્ડ મેળવવા ઇચ્છુકે અરજી કરતી વખતે ઓછામા ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવું જોઇએ તથા યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ તેમજ યોગ ટ્રેનર હોવા જરૂરી છે. અરજી વધારેમાં વધારે પાંચ (૫) પાનામાં સંપૂર્ણ બાયોડેટા તથા તમામ પુરાવાઓ સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, પ્રથમ માળ, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ બપોરે ૨-૦૦ કલાક સુધીમાં રૂબરૂ અરજી આપવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.